ચૂંટણી પહેલા મોદી સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મોદી કેબિનેટે આર્થિક રૂપથી નબાળા વર્ગોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવાની મંજૂરી આપી છે. જેના અંતર્ગત ગરીબ સવર્ણોને પણ અનામત મળશે. તેના માટે બંધારણમાં સુધારા કરીને સરકાર અનામતના કોટાને વધારશે.
તેની સાથે જ અનામતના કોટા હવે 50થી વધીને 60 ટકા થઈ જશે. તેના માટે બંધારણ સુધારા બિલ લાવવામાં આવશે. નવા નિર્ણય બાદ જાટ, ગુર્જરો, મરાઠા અને અન્ય સવર્ણ જાતિઓ માટે પણ અનામતનો રસ્તો સાફ થઈ જશે, જે લોકો આર્થિક રૂપથી નબળા વર્ગમાં આવતા હોય.
તેના પર રાજકીય પ્રતિક્રિયાનો દોર પણ શરૂ થઈ ગયો છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે પહેલા જાતિ આધારિત જનગણના કરવામાં આવે. પછી જાતિ પ્રમાણે અનામત નક્કી કરવામાં આવે. જ્યારે, શિવસેના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે બિલ રજૂ થતા જ તેના પર અમારો નિર્ણય સામે આવી જશે.
મુખ્ય વાતો-
-જેમની પાસે 1000 વર્ગ ફુટથી વધારે આકારનું ઘર હોય, તે આ અનામતના દાયરામાં નહીં આવે.
-રાજપૂત, ભૂમિહાલ, જાટ, ગુર્જર, વાણિયાને મળશે ઈબીસી અનામતનો લાભ.
હાલની અનામતની સ્થિતિ
-કુલ અનામત- 49.5%
-અનુસૂચિત જાતિ (SC)- 15%
-અનુસૂચિત જનજાતિ (ST)- 7.5%
-અન્ય પછાત વર્ગ (OBC)- 27%