આમિર ખાનની દીકરી ઇરા ખાન ફિલ્મ મેકિંગમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. ઇરાએ એક નાટકનું દિગ્દર્શન શરૂ કર્યું છે. આ કારણે તે ચર્ચામાં રહે છે. ઇરા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી.
ઇરા હંમેશા તેના બોલ્ડ ફોટોગ્રાફ્સને કારણે સમાચારોમાં રહે છે. હવે તેણે પાર્કમાં બેંચ પર સુતેલો ફોટો શેર કર્યો છે. તે આ બેંચ પર આરામ કરતી જોવા મળી રહી છે. તસવીરમાં ઇરા બ્લેક શોર્ટ્સ અને પીળા ટોપમાં બોસની જેમ સુતેલી જોઇ શકાય છે.
તેના કેપ્શનમાં ઇરાએ કહ્યું, 'Huh? December? Already?'. ઠંડીમાં ઈરાનો આ અવતાર ઘણો હૉટ લાગે છે. તાજેતરમાં, ઇરાએ તેના નાના ભાઈ આઝાદ સાથે એક તસવીર શેર કરી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તમને જણાવી દઈએ કે આઝાદ ઇરાનો સાવકો ભાઈ છે પરંતુ તે તેને ખૂબ જ પ્રેમ કરે છે.
Advertisement
Advertisement