પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરવા મેરઠ પહોંચ્યા. તેઓએ કહ્યું કે, દિલ્હી જ નહીં દુનિયાની મીડિયા જેને પણ 2019નો જનાદેશ જોવો હોય તે આ જનમેદની જોઈ શકે છે.
ભારત મન બનાવી ચુક્યુ છે. ભારતના 130 કરોડ લોકો મન બનાવી ચુક્યા છે. દેશમાં એક વાર ફરીથી મોદી સરકાર બનવા જઈ રહી છે. મોદીએ રાહુલ ગાંધી પર તંજ કસતા કહ્યું કે જે ખાતા નથી ખોલાવી શકતા, તે ખાતામાં પૈસા શું નાખશે?
ઉત્તરપ્રદેશમાં પહેલા ચરણમાં આઠ લોકસભા સીટો પર મતદાન છે. 2014ની ચૂંટણીમાં આ આઠ સીટો પર ભાજપે જીત નોંધાવી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મોદીએ મેરઠથી જ પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી.
આપણે સબૂત જોઈએ કે સપૂત
પીએમ મોદીએ કહ્યું- કેટલાક દિવસ પહેલા જે લોકો ચોકીદારને પડકાર આપતા ફરતા હતા, હવે તેઓ રોઈ રહ્યા છે. પૂછી રહ્યા છે- મોદીએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકીઓને કેમ માર્યા? મોદીએ આતંકીઓના ઠેકાણાઓને નષ્ટ કેમ કર્યા?
આજે આ મહામિલાવટી લોકો, કોણ પાકિસ્તાનમાં વધારે લોકપ્રિય થશે, તેની સ્પર્ધામાં લાગેલા છે. દેશને હિન્દુસ્તાનના હીરો જોઈએ કે પાકિસ્તાનના ? આપણે સપૂત જોઈએ કે સબૂત જોઈએ? મારા દેશના સપૂત જ સૌથી મોટા સબૂત છે.