જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે સીઆરપીએફના એક કાફલા પર આતંકી હમલો થયો હતો. જેમાં 37 જવાન શહીદ થઈ ગયા હતા. જ્યારે ઘણા અન્ય જવાનો ઘાયલ થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ હમલાની દુનિયાભરમાં નિંદા કરવામાં આવી રહી છે.
આજે દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની સુરક્ષા સંબંધી કમિટીએ આ હમલા પર 55 મિનિટ સુધી બેઠક કરી. જ્યાર બાદ મીડિયાને નાણામંત્રી અરૂણ જેટલી અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણે સંબોધિત કર્યા.
અરૂણ જેટલીએ કહ્યું, પાકિસ્તાનને આતંકવાદ મામલે દુનિયાભરમાં ઉઘાડુ પાડીશું. પાકિસ્તાનને જે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવામાં આવ્યો હતો તેને પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેઓએ દેશ માટે પોતાના જીવનનો ત્યાગ કર્યો તેમના માટે 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું. આતંકી હમલાના મદદગાર, ગુનેગાર નહીં બચે.
અરૂણ જેટલીએ કહ્યું, 'વિદેશ મંત્રાલયે તમામ સંભવ રાજનીતિક પગલા ઉઠાવવાના શરૂ કરી દીધા છે જેનાથી તે સુનિશ્ચિત કરી શકાય કે આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને અલગ-થલગ કરવામાં આવી શકાય કેમકે આ કાયરતાભરી હરકત પાછળ તેનો સીધો હાથ છે. જે લોકો આ હમલાના જવાબદાર છે કે આ આતંકી હમલાને સમર્થ કરે છે તેમને આ હરકતની ભારે કિંમત ચુકવવી પડશે.'
શું હોય છે મોસ્ટ ફેવર્ડ નેશન
વિશ્વ વ્યાપાર સંગઠન અને આતંરરાષ્ટ્રીય વેપાર નિયમના આધાર પર વ્યાપારમાં કોઈ દેશને મોસ્ટ ફેવર્ડ નેશન (એમએનએફ) સૌથી પ્રાધાન્યિત દેશનો દરજ્જો આપવામાં આવે છે. એમએનએફનો દરજ્જે મળવા પર દરજ્જાપ્રાપ્ત દેશને આ વાતનું આશ્વાસન રહે છે કે તેને કારોબારમાં નુકસાન નહીં પહોંચાડવામાં આવે. તેના સામાન પર અતિરિક્ત કર નહીં લગાવવામાં આવે. આયાત-નિકાસવાળી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવશે.