પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટની પાસે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ધાટન કરશે. આ સ્મારક આઝાદી બાદ દેશ માટે પોતાનો જીવ આપનાર સૈનિકોના સન્માનમાં બનાવવામાં આવ્યું છે. મોદી સરકારે પોતાના કાર્યકાળના બીજા વર્ષમાં તેમની જાહેરાત કરી હતી. હવે આ બનીને તૈયાર થયો છે. જાણો છો આ સ્મારકમાં શું ખાસ છે અને અહીં શું શું બનાવવામાં આવ્યું છે…
પ્રધાનમંત્રી મોદી સોમવારે સ્મારક રાષ્ટ્રને સમર્પિત કરશે. આ દરમિયાન રક્ષા મંત્રી, સેના, નૌસેના અને વાયુ સેનાના પ્રમુખ સહીત કેટલાક મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહેશે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર મોદી સરકારના મહત્વના પ્રોજેક્ટમાંથી એક સ્મારકને બનાવવામાં 176 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.
આ સ્મારકમાં આઝાદી બાદ 1947-48, 1962માં ભારત-ચીન સાથે યુદ્ધ, 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ, 1971માં બાંગ્લાદેશ નિર્માણ, 1999માં કારગિલ અને અન્ય ઓપરેશનમાં શહીદ થયેલ સૈનિકોના સન્માનમાં આ બનાવવામાં આવશે. જેમાં ત્રણે સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
આ વોર મેમોરિયલ ઇન્ડિયા ગેટની પાસે 40 એકર જમીન પર સી હેક્સાગાનમાં બનાવવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આ સ્મારક આઝાદી બાદ શહીદ થયેલ 25942 સૈનિકોના સન્માનમાં બનાવવામાં આવ્યું છે.
વર્ષ 2015માં આ નિર્માણની મંજૂરી આપવામાં આવી હતી અને 2 વર્ષ બાદ વર્ષ 2017માં આ નિર્માણ શરૂ થયું. આટલા ઓછા સમયમાં આના નિર્માણના સોશિયલ મીડિયા પર વખાણ કરવામાં આવી રહ્યા છે.
જણાવી દઇએ કે આ પહેલા બ્રિટિશ સરકારે પ્રથમ વિશ્વ યુદ્ધ અને અફઘાન કેમ્પેન દરમિયાન શહીદ થયેલ 84 હજાર ભારતીય સૈનિકોની યાદમાં ઇન્ડિયા ગેટનું નિર્માણ કરાવ્યું હતું. જોકે આમાં 1971માં શહીદ થયેલ જવાનોની યાદમાં અમર જવાન જ્યોતિ બનાવવામાં આવી હતી.
પીએમ મોદીએ આ સ્મારકને લઇને કહ્યું કે મને આશ્ચર્ય પણ થયું હતું અને તકલિફ પણ થાય છે. કે ભારતમાં કોઇ નેશનલ વોર મેમોરિયલ ન હતું. એક એવું મેમોરિયલ, જ્યાં રાષ્ટ્રની રક્ષા માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર જવાનોની શૌર્યગાથાઓને તાજી રાખી શકાય. મેં નિશ્વય કર્યો કે દેશમાં, એક એવું સ્મારક અવશ્ય હોવું જોઇએ.
આ એક ત્યાગ ચક્ર બન્યું છે, જેમાં 16 દીવાલ છે, જે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવી છે અને આના પર તમામ સૈનિકોના સોનેરી અક્ષરોમાં નામ લખ્યા છે.