આજે ગુજરાતની 26 લોકસભાની બેઠકોનું મતદાન ચાલી રહ્યું છે, જેમાં 4.51 કરોડ મતદારો દ્વરા 371 ઉમેદવારોનું ભાવિ નક્કી કરાશે. શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી ચુકી છે.
સુરક્ષાના ભાગરૂપે પેરામિલેટ્રી, CRPF, SRP સહિતની સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે. મતદાન માટે રાજ્યમાં કુલ 51,851 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરી વિસ્તારમાં 17,430 સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં 34,421 મતદાન મથરોની વ્યવસ્થા કરવાામાં આવી છે.
લોકસભા ચૂંટણીની સમગ્ર વ્યવસ્થા પર નજર નાખીએ તો સમગ્ર પોલિંગ સ્ટાફ 2.23 લાખ છે. મહિલા મતદાર 2.34 કરોડ, પુરુષ મતદાર 2.17 કરોડ તેમજ દિવ્યાંગ મતદાર-1.68 લાખ છે.
જ્યારે સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ જિલ્લા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જે અંતર્ગત 44,000થી વધુ સિવિલ પોલીસ, જંગલ ખાતાના 1035 ફોરેસ્ટ ગાર્ડ, 150થી વધુ પેરા મિલિટરી ફોર્સ, 12 SRPની કંપની, સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં SRP તેમજ વેબકાસ્ટિંગ અને માઇક્રો ઓબ્ઝર્વર તૈનાત કરાયા છે. ઉપરાંત VVIPની મુલાકાત અંતર્ગત પણ વિશેષ સુરક્ષા ગોઠવાઈ છે.