બસપા સુપ્રિમો માયાવતી શુક્રવારે સપાના સ્થાપક મુલાયમસિંહ યાદવ માટે મૈનપુરીમાં મત માંગશે. તેઓ બરેલીમાં પણ એક ચૂંટણી સભાને સંબોધિત કરશે.
સપા-બસપા-આરએલડી ગઠબંધનની સંયુક્ત રેલીઓની શ્રેણીમાં મૈનપુરીના ક્રિશ્ચિયન કોલેજ મેદાનમાં અહીં ચોથી રેલી યોજાશે. મહત્વનુ છે કે અહીંયાથી મુલાયમ સિંહ ચૂંટણી લડી રહ્યા છે. રેલીને સપા અધ્યક્ષ અખિલેશ યાદવની સાથે માયાવતી પણ સંબોધિત કરશે.
જો મુલાયમ આ રેલીમાં આવશે તો 1995 ના ગેસ્ટ હાઉસ કૌભાંડ પછી પહેલી વાર મુલાયમ-માયાવતી એક સાથે નજર આવશે. માયાવતીએ ગઠબંધનની જાહેરાત કરતા કહ્યુ કે તે ગેસ્ટ હાઉસ કાંડને સાઇડમાં રાખીને ગઠબંધન કરી રહી છે. એટલે કે તે હજુ પણ તે આ વાતને ભુલી નથી. એવામાં માયાવતીનુ મુલાયમ માટે વોટ માંગવુ તે મોટી વાત કહેવાશે.
Advertisement
Advertisement