जन मन INDIA
slider news પોલીટીક્સ ભારત

આજે દેશના 8 રાજ્યોની 19 રાજ્યસભાની સીટો પર ચૂંટણી, ઘણા દિગ્ગજોની સાખ દાવ પર

કોરોના કાળમાં રાજ્યસભાની ચૂંટણીઓનું બ્યુગલ વાગ્યું તો રાજકીય પારો સાતમા આસમાને પહોંચી ગયો. આજે 8 રાજ્યોમાં રાજ્યસભાની 19 બેઠકો માટે ચૂંટણીઓ યોજાવાની છે. કોંગ્રેસ અને ભાજપના ઘણા મોટા નેતાઓના ચહેરા દાવ પર છે.

મધ્યપ્રદેશમાં રાજ્યસભાની 3 બેઠકો માટે 4 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ બે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ગુજરાતની ચાર બેઠકો પર પાંચ ઉમેદવારો કિસ્મત અજમાવી રહ્યા છે. ભાજપે ત્રણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસના બે નેતા ચૂંટણી લડી રહ્યા છે.

રાજસ્થાનમાં પણ રાજ્યસભાની ત્રણ બેઠકો છે અને 4 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસ અને ભાજપ બન્નેએ બે ઉમેદવાર ઉતાર્યા છે. ઝારખંડમાં, રાજ્યસભાની 2 બેઠકો માટે 3 ઉમેદવારોની સાખ દાવ પર છે. જેએમએમ, ભાજપ અને કોંગ્રેસે એક-એક ઉમેદવાર ઉભા રાખ્યા છે. આંધ્રપ્રદેશમાં ચાર બેઠકો છે અને પાંચ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

પૂર્વોત્તરના મણિપુર, મેઘાલય અને મિઝોરમની એક-એક રાજ્યસભા બેઠકો પર પણ ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્યોના બગાવત બાદ રાજ્યસભાની બન્ને બેઠકો જીતવાનું પાર્ટીનું ગણિત ગડબડાઈ ગયું છે. બુધવારે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની ડિનર પાર્ટીમાં બસપા, સપા અને અપક્ષોની હાજરીએ ભાજપનો માર્ગ સરળ બનાવ્યો છે.

જ્યારે, મધ્ય પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં પાર્ટીના લગભગ 6 ધારાસભ્યોની ગેરહાજરીને કારણે સંકટ વધારે તીવ્ર બન્યો છે. મધ્યપ્રદેશમાં ત્રણ રાજ્યસભા બેઠકો માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ તરફથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમરસિંહ સોલંકી તો કોંગ્રેસ તરફથી દિગ્વિજય સિંહ અને ફૂલસિંહ બરૈયાની પ્રતિષ્ઠા દાવ પર છે.

ગુજરાતમાં કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલને પ્રથમ ઉમેદવાર બનાવીને તેમનો માર્ગ સરળ બનાવ્યો છે, પરંતુ ભરતસિંહ સોલંકીને પોતાની બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે.

ઝારખંડમાં કાંટાની ટક્કર છે. ધારાસભ્યોની સંખ્યાના પ્રમાણે જેએમએમના શિબુ સોરેનની સીટ પાક્કી છે અને બીજી સીટ માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શહ-માતનો ખેલ જારી છે. બંને પક્ષ અજસુ અને અન્ય ધારાસભ્યોને સાધવામાં લાગેલા છે.

રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી છે. કોંગ્રેસે કેસી વેણુગોપાલ અને નીરજ ડાંગીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે રાજેન્દ્ર ગેહલોત અને ઓમકારસિંહ લખાવતને ટિકિટ આપી છે. અહીં કોંગ્રેસનો રસ્તો સરળ લાગી રહ્યો છે, પરંતુ બીજેપીએ બીજો ઉમેદવાર ઉતારીને ઉલટફેરના સંકેતો આપ્યા છે.

Related posts

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કરી ત્રીજી પોસ્ટ, વિશ્વાસ જાળવી રાખવાની વાત લખી

madhuri rathod

ઇન્ડોનેશિયાઃ ભૂકંપથી જાવામાં 7 લોકોના મૃત્યુ, અનેક મકાનો અને ઇમારતોને નુકસાન

malay kotecha

શું તમે વધતા વજનથી પરેશાન છો, તો ફોલો કરો આ ટિપ્સ

ravi chaudhari

Leave a Comment