અલીગઢમાં ચૂંટણી જનસભાને સંબોધિત કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુરાદાબાદ પહોંચ્યા હતા. તેઓ એરફોર્સના હેલીકૉપ્ટર મારફતે મુરાદાબાદ પહોંચ્યા હતા. મુરાદાબાદના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંચ પર પહોંચતા જ ભારત માતાની જયના નારા લગાવવાના શરૂ કરી દીધા.
આ દરમિયાન મુરાદાબાદના સાંસદ સર્વશ સિંહ અને રામપુરથી ભાજપના ઉમેદવાર જયાપ્રદાએ પીએમ મોદીનું સ્વાગત ગુલાબના ફુલ આપીને કર્યું. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આજે દુનિયામાં તેનો જ અવાજ સાંભળવામાં આવે છે જેમાં દમ હોય. અમે એવા ભારતના નિર્માણનો સંકલ્પ લીધો છે જે દમદાર પણ હોય અને અસરદાર પણ.
પીએમ મોદીએ કહ્યું પુલવામામાં આતંકીઓએ ભૂલ કરી તો અમે ઘરમાં ઘુસીના માર્યા. હવે તો પેલી પારના લોકોને ખબર પડી ગઈ છે કે ત્રીજી ભૂલ કરવાની ભૂલ નથી કરવાની નહીંતર લેવાના દેવા થઈ જશે.
જ્યારે આપણી તાકાત વધશે ત્યારેજ મુરાદાબાદના પીતળ, રામપુરના જરી ઉદ્યોગ અને સંભલના હસ્તશિલ્પની માંગ વધશે. પીએમ મોદીએ સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ પર પ્રહાર કરતા કહ્યું બબુઆ નહીં સમજે ટૉયલેટનું મહત્વ.