લોકસભા ચૂંટણી ટાણે કોંગ્રેસના ગઢમાં મોટુ ગાબડુ પડ્યુ છે. છેલ્લા કેટલાય સમયથી ચાલતી અટકળો બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે. મંગળવારે અમદાવાજદમાં ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક બાલાવવામાં આવી હતી, જો કે અલ્પેશ આ બેઠકમાં હાજર રહ્યા નહોતા.
ઠાકોર સેનાની કોર કમિટી દ્વારા અલ્પેશ ઠાકોરને 24 કલાકનું અલ્ટીમેટમ આપી કોંગ્રેસમાંથી રાજીનામુ આપવા માટે કહેવામાં આવ્યુ હતુ, ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અલ્પેશના રાજીનામાની ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ, પરંતુ દિલ્હી ખાતે રાહુલ ગાંધી સાથે બેઠક યોજ્યા બાદ અલ્પેશે પ્રેસ કોન્ફરન્સ કરી તમામ બાબતોને નકારી કાઢી હતી.
જ્યારે હવે અલ્પેશના રાજીનામાથી ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. અલ્પેશે પોતાના રાજીનામામાં લખ્યુ છે કે, સમગ્ર ગુજરાતના મારા સેનાનાં ગરીબ યુવાનોની અવગણના અને અપમાનથી યુવાનોમાં ખુબ જ દુઃખ અને આક્રોશ છે મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે મને પદ કે સત્તાની લાલસા નથી.