સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસ સુનાવણી મામલે બંધારણીય બેચની રચના કરવામાં આવી છે. આ કેસ અંતર્ગત ચિફ જસ્ટિસ સહિત 4 જ્જનો સમાવેશ કરાયો છે. આ કેસની સુનાવણી વિશેષ કોર્ટમાં 10 જાન્યુઆરીએ સવારે 10.30 કલાકથી શરૂ થશે. વિશેષ કોર્ટે 3 જાન્યુઆરીએ વિવાદિત જમીન અને માલિકીના હક્કથી જોડાએલા મુદ્દાઓ પર નવી બેચ નિમણુક કરવા અંગે આદેશ કર્યા હતા.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળ આ બેચમાં જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ એન.વી.રમન્ના, જસ્ટિસ યૂ.યૂ. લલિત અને જસ્ટિસ ચંદ્રચૂડનો સમાવેશ કરાયો છે. આ અગાઉ અયોધ્યા વિવાદ મામલે થયેલી સુનાવણી દરમિયાન હાજર હિંદુ મહાસભાના વકીલે કહ્યું કે જો નવી બેચ આ મામલે સુનાવણી રોજ કરશે તો વર્ષો જુના વિવાદનો ઉકેલ માત્ર 60 દિવસમાં આવી શકે છે.
હિન્દુ મહાસભાના વકીલે અગાઉ કોર્ટમાં હાથ ધરાએલી સુનાવણીમાં જણાવ્યું હતું કે 10 જાન્યુઆરીએ થનાર સુનાવણીમાં તેઓ પોતાનો પ્રસ્તાવ જ્જ સમક્ષ રજૂ કરશે.અને આ કેસ મામલે રોજ સુનાવણી હાથ ધરાય તે અંગે અપીલ પણ કરશે.તેમણે વધુમાં કહ્યું કે આ વિવાદ મામલે બંને પક્ષો તરફથી પોતાની જુબાની અને દસ્તાવેજોનું આદાન-પ્રધાન કરવામાં આવી ચુક્યું છે. તો ટ્રાંસલેશનની પ્રક્રિયા પણ હવે પૂર્ણ થઈ ગઈ છે. હિન્દુ મહાસભાના વકીલએ કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટે 90 દિવસમાં રોજ સુનાવણી હાથ ધરીને પોતાનો નિર્ણય સંભડાવ્યો હતો. તેથી તેમનું માનવું છે કે જો વિશેષ કોર્ટ રોજ આ વિવાદ મામલે સુનાવણી હાથ ધરે તો 60 દિવસની અંદર આ વિવાદનો ફેસલો આવી શકે છે.