અયોધ્યા મામલે એક વાર ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે. સુપ્રીમ કોર્ટે 10 જાન્યુઆરી સુધી સુનાવણીને ટાળી દીધી છે. રાજનીતિક વલણોથી ખુબજ સંવેદનશીલ રામ જન્મભૂમિ વિવાદમાં દાખલ અરજીઓ પર શુક્રવારે સુનાવણી થવાની હતી.
10 જાન્યુઆરી પહેલા આ કેસ માટે નવી બેંચનું ગઠન કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે 10.40 મિનિટે સુનાવણી શરૂ થઈ. હવે નવી બેંચ જ એ નક્કી કરશે કે શું આ મામલે ફાસ્ટ્રેકમાં સાંભળવો જોઈએ કે નહીં.
તમને જણાવી દઈએ આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં 2.77 એકડ જમીનનું સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલા વચ્ચે સમાન રૂપથી વહેંચણી કરવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 29 ઑક્ટોબરે કહ્યું હતુ કે આ મામલો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉચિત પીઠ સમક્ષ સૂચિબદ્ધ થશે, જે તેની સુનાવણીનો કાર્યક્રમ નિર્ધારિત કરશે.
બાદમાં અખિલ ભારત હિન્દુ મહાસભએ એક અરજી દાખલ કરીને સુનાવણી તારીખ પહેલા કરવાનો અનુરોધ કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે એવું કરવાનો ઈનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે 29 ઑક્ટોબરે જ આ મામલે સુનાવણી માટેનો આદેશ પસાર કરવામાં આવી ચૂક્યો છે.
આ પહેલા 27 સપ્ટેમ્બર 2018એ તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની પીઠે 2-1ની બહુમતીથી 1994ના એક નિર્ણયમાં કરાયેલી પોતાની ટિપ્પણી પર નવી રીતે વિચાર કરવા માટે કેસને પાંચ ન્યાયાયાધીશોની ખંડપીઠની પાસે મોકલવાનો ઈનકાર કરી દીધો હતો.
તમને જણાવી દઈએ કે વર્ષ 1994ના આ નિર્ણયમાં ટિપ્પણી કરવામાં આવી હતી કે મસ્જિદ ઈસ્લામનો અભિન્ન અંગ નથી. અયોધ્યા મામલેની સુનાવણી દરમિયાન એક અરજીકર્તાના વકીલે 1994ના નિર્ણયમાં કરેલી આ ટિપ્પણીના મુદ્દાને ઉઠાવ્યો હતો.