પ્રિયંકા ગાંધીને કોંગ્રસ તરફથી ઉત્તર પ્રદેશનો પ્રભાર અપાયા બાદથી રાજકારણ ગરમાયુ છે, અનેકો પ્રકારની ચર્ચાઓનું પૂર આવી રહ્યું છે. આ તમામ રાજકારણ ચર્ચાઓની કોઈ સત્તાવાર ખાતરી નથી થઈ રહી પરંતુ પાર્ટી દફ્તર અને નેતાઓની વાતચીતથી ચર્ચાઓ અને અટકળોથી બજાર જરૂરથી ગરમ થઈ રહ્યું છે.
ચર્ચા છે કે પ્રિયંકા ગાંધીની એક ઓફિસ અલ્હાબાદના જવાહર ભવનમાં પણ હશે અને તે ત્યાંજ બેસસે જ્યાં ક્યારેક ઈન્દિરા બેસતા હતા. લખનઉમાં પાર્ટી મુખ્ય મથકને નવું રૂપ આપવામાં આવ્યું છે અને તેમાં પહેલા માળે એક નાનુ પરંતુ સુંદર દફતર પણ બનાવવામાં આવ્યું છે જે હમણા પાર્ટીના અધ્યક્ષનું છે.
આ દફ્તરમાંથી એક જૂની સીડી નીચે ઉતરે છે જે ક્યારેક ઉપયોગમાં લેવામાં આવતી હતી. ચર્ચા છે કે પ્રિયંકા ગાંધી સીડી અને આ પહેલા માળના રૂમને પોતાના દફ્તર તરીકે ઉપયોગ કરશે અને તે ખાસ સીડીનો ઉપયોગ ફક્ત પ્રિયંકા અને તેમના નજીકના નેતા કરી શકશે.
ચર્ચા એ પણ છે કે 4 ફેબ્રુઆરીએ બંન્ને ભાઈ-બહેન રાહુલ અને પ્રિયંકા લખનઉમાં પાર્ટી કાર્યાલયમાં પ્રેસ કૉન્ફરન્સ કરશે જેના માટે કૉન્ફ્રેસ હૉલને છેલ્લી ઓપ આપવામાં આવી રહી છે. એ વાતની ધારણાઓ કરવામાં આવી રહી છે કે પ્રિયંકા ગાંધી પૂર્વ ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી મોદીને ઘેરશે અને ચૂંટણી પણ લડી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે જ્યારે રાહુલ ગાંધી છિંદવાડા સીટથી લડશે.