ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમવારે રાત્રે અહીં અવધ ક્ષેત્રમાં ચૂંટણી વ્યવસ્થા સાથે જોડાયેલા લોકોને વિજયી મંત્ર સાથે સાથે અસંતુષ્ટોની સામે લડવા પર ભાર મુક્યો હતો. તેમણે સમજાવ્યું હતુ કે દિલ્હીના તાજ માટે અવધની 16 બેઠકો પર ભાજપનો પંચમ લહેરાવવો જરુરી છે.
તેઓએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેય, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ પ્રભારી જે.પી. નડ્ડા, મહામંત્રી સુનિલ બંસલ અને અવધ ક્ષેત્રના પ્રભારી જે.પી.એસ.રાઠોડ સાથે, મોડી રાત સુધી બેઠક કરી હતી અને તમામ 16 બેઠકોના પ્રભારીયો, સંચાલક, જીલ્લા અધ્યક્ષ અને જિલ્લાના અધિકારીઓની ચૂંટણી વ્યવસ્થાપન પર વાત કરવામા આવી હતી.
અવધ ક્ષેત્રમાં લખનૌ, મોહનલાલગંજ, રાયબરેલી, ઉન્નાવ, સીતાપુર, ધૌહરા, લખીમપુર, હરદોઇ, મિશ્રીખ, ફૈજાબાદ, બારાબંકી, આંબેડકરનગર, ગોંડા, શ્રાવસ્તી, બહેરાઇચ અને કેસરગંજ લોકસભા ક્ષેત્ર છે. ભાજપે અવેધની 16 બેઠકોને સીતાપુર, આયોડિયા, ગોંડા અને લખનૌ ક્લસ્ટરમાં વહેંચાયેલું છે. આ વખતે અવધ ક્ષેત્રમાં ઘણા નવા ચહેરાઓ છે.
છ લોકસભા ક્ષેત્રોમાં ભાજપ દ્વારા નવા ઉમેદવારો ઉતારવામા આવ્યા છે. પહેલાની લોકસભાની ચૂંટણીમાં અવધ ક્ષેત્રની 16 બેઠકોમાં રાયબરેલી સિવાય 15 બેઠક પર ભાજપે જીત મેળવી હતી.