લોકસભા ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ પાર્ટીઓ પોતાના પ્રચારમાં લાગેલી છે ત્યારે ખમાસા રોડ ખાતે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રાજુ પરમારના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.
આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બુધવાર સાંજે 6 કલાકે કાર્યાલયના ઉદ્ધઘાટન સમયે કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો, કાર્યકરો તેમજ શુભચિંતકોએ ઉપસ્થિત રહી રાજુ પરમારને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સુરેન્દ્ર બક્ષી, નીરવ બક્ષી, ઇમરાન ખેડાવાલા, હાર્દિક પટેલ, શૈલેષ પરમાર, શંશીકાંત પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્દઘાટન બાદ તેઓએ કાર્યકરોને સબોધ્યા હતા. અને પોતે વિજયી બનશે તેવા હુંકાર ભર્યો હતો.
Advertisement
Advertisement