ફિલ્મ અભિનેતા સની દેઓલની રાજનીતિમાં એન્ટ્રી થઇ છે. દિલ્હી સ્થિત પાર્ટી હેડ કર્વાટરમાં સનીએ બીજેપીની સદસ્યતા લીધી. પાર્ટી હેડક્વાટરમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમને તેમને બીજેપીમાં સામેલ થવા માટેની ચીઠ્ઠી આપી હતી. અને બાદમાં તેમને બુકે આપીને તેઓનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. માનવામાં આવી રહ્યુ છે કે તેમને ગુરદાસપુરની સીટ પરથી મેદાને ઉતારવામાં આવી શકે છે.
આ બાબતે સની દેઓલે મીડિયા વાતચીતમાં જણાવ્યુ કે " મારાં પપ્પા, પરિવાર અટલજી સાથે જોડાયા હતા, તેવી રીતે હું હવે મોદીજી સાથે જોડાયો છું, હું ઇચ્છુ છુ કે મોદી હજુ 5 વર્ષ મોદી પીએમ રહે. કારણકે આપણે આગળ વધવા માંગીએ છીએ.દેશના યુવાનોને મોદી જેવા લોકોની જરૂરત છે. હું આ પરિવારથી જોડાઇને મારાંથી જે થશે તે હું દિલથી કરીશ".
Advertisement
Advertisement