વિરોધ પક્ષની ટીકા અને સુપ્રીમ કોર્ટના ઠપકોનો સામનો કર્યા પછી ચૂંટણી પંચ સક્રિય બન્યુ છે. ચૂંટણી પંચે ભાજપના નેતા અને કેન્દ્રના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીને મોદીની સેનાના નિવેદન પર ચેતવણી આપી હતી. ચૂંટણી પંચને કડક સૂચનાઓ આપતી વખતે જણાવ્યું હતું કે સુરક્ષાબળોનો ઉપયોગ રાજકીય પ્રચાર માટે ન કરો અને ભવિષ્યમાં તેનું ધ્યાન રાખશો.
જણાવી દઇએ કે નકવીએ રામપુરમાં ભાજપના ઉમેદવાર જયા પ્રદાના સમર્થનામાં ચૂંટણી અભિયાન દરમિયાન ભારતીય સૈન્યને "મોદીની સેના" તરીકે વર્ણવ્યું હતું. પછી આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ તેના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે અગાઉ, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે થોડા દિવસ પહેલા ગાઝિયાબાદમાં યોજાયેલી ચૂંટણી બેઠકમાં '"મોદીની સેના" કહ્યુ હતુ. ઇસીએ તેની ગંભીર નોંધ લીધી છે. યોગીને પણ આવા નિવેદનોને ટાળવા માટે ચૂંટણી પંચે નોટિસ મોકલીને સૂચના આપી હતી.