સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ એક વાર ફરીથી આંદોલન કરવાની જાહેરાત કરી છે. તે બુધવારે સવારે 10 વાગ્યે મહારાષ્ટ્રના અહમદ નગર જિલ્લા સ્થિત પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં ઉપવાસ પર બેસસે.
તેઓએ મંગળવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ અને કહ્યું કે લોકપાલ કાયદો બને 5 વર્ષ થઈ ગયા અને નરેન્દ્ર મોદી સરકાર પાંચ વર્ષ સુધી બહાનેબાજી કરતી રહી. તેઓએ કહ્યું, 'નરેન્દ્ર મોદી સરકારના મનમા જો હોત તો શું તેમાં 5 વર્ષ લગાવવા જરૂરી હતા?'
અન્નાએ કહ્યું કે, 'આ મારા ઉપવાસ કોઈ વ્યક્તિ, પક્ષ અને પાર્ટીના વિરુદ્ધમાં નથી. સમાજ અને દેશની ભલાઈ માટે વારં-વાર હું આંદોલન કરતો આવ્યો છું, એ જ પ્રકારનું આ આંદોલન છે.' જણાવી દઈએ કે 2011-12માં અન્ના હજારેના નેતૃત્વમાં દિલ્હીના રામલીલા મેદન પર તત્કાલીન યૂપીએ સરકાર વિરુદ્ધ મોટુ આંદોલન થયુ હતુ.
એ પણ ખાસ વાત છે કે આ આંદોલનમાં સામેલ રહેલા ઘણા ચહેરા હવે રાજનીતિમાં આવી ચુક્યા છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બની ચુક્યા છે, કિરણ બેદીની પુડુચેરીના રાજ્યપાલ તરીકે નિયુક્ત થઈ ચુક્યા છે. જ્યારે, અન્ના એક વાર ફરી ઉપવાસ પર બેસવા જઈ રહ્યા છે. આ વખતે આંદોલનનું સ્થળ દિલ્હી ન હોઈ અન્નાનું પોતાનું ગામ રાલેગણ સિદ્ધિ જ છે.