લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 117 લોકસભા સીટ માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 25% મતદાન થયુ છે. સવારથી મતદારોમાં આ પર્વને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક દરેક લોકો મતદાન આપી રહ્યા છે.
અટલાદરા (બરોડા) મંદિરમાં સેવા આપતા સંતો વોટ આપવા માટે પહોંચ્યા હતા. લોકશાહીના આ મહાપર્વમાં તેઓ સૌ ભાગીદાર બન્યા હતા. તો બીએપીએસના મહંતસ્વામી મહારાજે કહ્યુ કે, દરેક હરિભક્તોએ મતદાન ફરજીયાત કરવું, મતદાનથી દેશનો વિકાસ થાય અને હિન્દુ સંસ્કૃતિની રક્ષા થાય એવાં વિકલ્પને પસંદ કરીને મતદાન કરવું ફરજિયાત છે.
Advertisement
Advertisement